શાશ્વત સંવાદ — ૭
તો, વાત કરતા હતા આપણે બ્રહ્મ ખુમારીની. બ્રહ્મને જેને જાણી લીધો હોય, એની ખુમારી કેવી હોય, જસ્ટ ઇમેજીન! આખી દુનિયાનો બાદશાહ પેલો ડાયોજીનસ હતો ને, કે જે સિકંદરને કહે છે, "તું જરાક આઘો ખસ, આ રોશની આવવા દે મારી." એને કહેવાય બ્રહ્મખુમારી. અને જે એ કક્ષાએ પહોંચેલો હોય, એ બધાની અંદર આ બધું મોર ઓર લેસ પ્રગટ જ હોય, પ્રત્યક્ષ હોય. એને સંસારની, સમાજની, લોકોની, "આ કહે છે, તે કહે છે, શું કહે છે?" કશું કઈ પરવા ના હોય. એ કાયમ એ ન માન. એટલે સદગુરુની સ્તુતિ એટલે બ્રહ્મપૂજન. આપણે સંતરામ મહારાજની જે પેલી ૧૦૮ નામાવલી છે ને, તે પણ આપણે એમ જો કરીએ છીએ, તો એ શું છે? સંત પૂજન છે, એ બ્રહ્મ પૂજન છે. આપણે એમને એક એક વિશેષણોથી નવાજીએ છીએ. ત્યાં આગળ કોઈપણ સ્તુતિની અંદર આ કામ આવી રીતે થતું હોય. એટલે બ્રહ્મ પૂજન કર્યા પછી, "ત કે પછી કશું નહીં." બ્રહ્મ પૂજન કર્યા પછી સમર્પિત થઈ જવાનું.
સમર્પિત એટલે સમ અર્પિત, બધું આપી દીધેલું છે. હવે મારું કશું છે એટલે મારું એટલે આપોપું, મારાપણું બધું ગયું. એટલે આપણે કીધું કે, "હું નથી આ શરીર, આ મન હું નથી, આ ચિત્ત હું નથી." તો કે, "આ ચિત્ત નથી એટલે સંસાર પણ નથી અને મારો નથી." કીધું, "આ દેહ મારો નથી, સમર્પિત થઈ ગયેલો છે." હવે આપણે કેવી રીતે કરી શકીએ પાછો ફરી રીક્લેમ કરી શકાય? જે વસ્તુ આપી દીધેલી છે એને કે ના કરી શકાય? સર્વાધિકાર તમે સ્વને આધીન કરી દીધેલા છે, ગુરુને સમર્પિત કરી દીધા, બ્રહ્મને આપી દીધેલા છે. પછી તો કે, "એનું ફળ શું મળશે તમને? તમે આવું કર્યું." દરેકને ફળમાં રસ હોય, બરાબર? ફૂલમાં બહુ ઓછાને હોય, ઝાડમાં તો થોડાક લોકોને જ હોય, અને બીમાં તો બહુ જ ઓછા લોકોને રસ હોય. તો એનું ફળ શું મળે આવું કરવાથી? બ્રહ્મનું પૂજન કરવાથી, સંપૂર્ણ શરણાગતિથી સમર્પિત થઈ ગયાથી શું થશે?
એક આનંદ તમને સહજ રહ્યા કરે. એવો આનંદ કે જે જાય અને પાછો કેવો આનંદ કે અલૌકિક હોય. આ જગતની અંદર એવો કોઈ વસ્તુમાં સુખ કે આનંદ તમને મળે નહીં, એટલો ઊંચી જાતનો આનંદ પ્રાપ્ત. અને પાછો એ સહજ હોય, સ્વાભાવિક આ માયાજ કરે, રહ્યા જ કરે, એ જાય જ નહીં. ગમે તે વિષમ પરિસ્થિતિ આવી હોય તો પણ જાય છે. પેલો કહેતા, "મારા ૧૦ લાખ બેંકમાંથી ગયા." તો કે, "મારે ક્યાં હતા?" અને શેષ પણ આમ થડકારો બી ના થાય કે મારા પૈસા ગયા, કારણ કે એને મારા અને પૈસા એ બે વાત હોતી જ નથી. એનાથી મુક્ત જ હોય છે. "તો છે, નથી તો નથી." આવો સહજ અલૌકિક આનંદ એને રહ્યા જ કરશે. સદેવ પ્રસન્ન ચિત્ત. એનું ફળ શું મળશે? સદેવ પ્રસન્ન ચિત્ત હશે. જ્યારે જુઓ ત્યારે એકદમ ફ્રેશ હોય અને એને ફ્રેશ જોઈને તમે ફ્રેશ થઈ જાવ. ઓટોમેટિક સત્સંગનો મહિમા, સંસર્ગનો, સ્પર્શનો મહિમા ઇફેક્ટ આખી આમ કરીને આમ ઊભી કરશે.
વ્યવહારની અંદર આટલો બધો ફાયદો તમને થઈ જશે. શું? તો કે સદેવ પ્રસન્ન ચિત્ત. જ્યારે જુઓ ત્યારે કે આ નિતન આનંદ, આનંદ, આનંદ. "ખુશીમાં છો ભાઈ?" "મોજમાં છું." શું? નિસ્વાર્થ ભાવે શરણાર્થીને સન્માર્ગે લાવે. જો કેટલું મોટું કામ કરે છે સદગુરુ. અને છતાંય પાછું લાવીને સ્થિર રાખવું અને પાછો આમ પડવા ના દે. "સનમાર્ગે લાયા પછી પડતો નહીં હો, તું પડતો નહીં, બિલકુલ ના પડતો. તું ચિંતા ના કરીશ." એમ, "તને આર્થિક મુશ્કેલી છે, તું પડતો નહીં. તને માનસિક તકલીફ હોય છે, તું પડતો નહીં." કે, "હું તને આધાર આપું છું." અને એવો સોલિડ આધાર હોય કે એના જેવો હોય. બાકીના બધા આધારો કેવા છે? ખોખલા છે. ગમે ત્યારે કોઈ ખેંચી લે કે, "હું મારો ટેકો પાછો ખેંચી લઉં છું." સરકાર ગબડી પડે આખી આખી. એવું નહીં, સદગુરુ પોતે સર્વોચ્ચ સરકાર હોવા છતાં પણ એ ક્યારેય પોતાનો ટેકો છોડી દેતા નથી.
કોઈપણ જીવ માત્રને, પાપી પણ કેમ નહીં? "સમાજની દ્રષ્ટિએ તું હશે પાપી, મારા માટે તું બ્રહ્મ છું." આ સદગુરુનું વિઝન છે. ત્યાં પહોંચવાનું આટલી વિશાળતા જોઈશે. આપણે એમ કહીએ ને કે, "હું અનંત છું." બોલવાથી નહીં, આવી રીતે કરવાની છે. આપણે અનંતતાનો અનુભવ આવી રીતે આવશે. નિર્દોષ બિલકુલ કે, "દોષ તારામાં હોઈ જ ન શકે." કેમ? તો કે, "મને ખબર છે તું બ્રહ્મ છું." બધા લોકો આવીને કહેતા હોય કે, "સાહેબ શું કરો છો તમે? એને શું કરવા બોલાવો છો?" તો કે, "હા, સાંજે સાત વાગ્યા પછી તો ટલ્લી થઈને પડ્યો હોય છે કોક ખૂણાની અંદર." એ કહે છે કે, "ના, તને આ દેખાય છે પણ હું જે જોઉં છું ત્યાં આગળ તો મને એવું દેખાય છે કે એ બ્રહ્મ સ્વરૂપ છે. વ્યવહારમાં તું જે કહેતો હોય પણ મારે એ તો જાણવાનું નથી ને જોવાનું. મારે તો અહીં જોવાનું." એમ કરી દે ને લાલ.
રામકૃષ્ણ પરમહંસનો દાખલો. વિવેકાનંદને બધા જ્યારે બેસતા એમની પાસે ત્યારે આવા એક મહાશય આવતા હતા, બંગાળી બાબુ. તે કાયમ પીધેલા જ હોય એવી સ્થિતિમાં જ ત્યાં આગળ આવે, પણ આવે રોજ આવે, નિયમિત, બધા કરતા વધારે નિયમિત. પછી એક જણાએ કીધું, "તમે આને શું કરવા આટલું વાદે ચડાવો છો? તમે આટલું બધું માન આપો છો, આગળ બેસાડો છો. આમ કતો પીવે છે." રામકૃષ્ણ કહે છે, "ઊભો રહે. એને જે પીધું છે એ તો ઉતરી જશે, પણ તે પીધું છે તે ક્યારે ઉતરશે? તને હું એ વિચાર કરું છું." કેમ? તો કે, "તે ઝેર પીધું છે." કે, "હા, તને એવું દેખાય છે. એ તારી દ્રષ્ટિમાં ઝેર છે. એના પ્રત્યે ચડેલું તને આ ઝેર તારું કયા જન્મે ઉતરશે? હું તો એ વિચારું છું." અને જે દાડે આ સમાચાર એટલે આ ઘટના, આ વાર્તાલાપની માહિતી પેલા મદિરા મહાશયને જેવી મળી, એનું એક નામ છે ચોપડીઓમાં લખેલું છે, તે દિવસથી એકદમ પ્યોર.
આ તે પછી એને ક્યારેય એને સ્પર્શ ના કર્યો. આ કે જિંદગી એના સાથે રહે. બહુ ઉચ્ચ કક્ષાના સાધક બન્યા. થાય તો રામકૃષ્ણના માટે આ પણ નહીં અને તે પણ નહીં, સમાન. પેલો રોજ આવે છે એટલા માટે જ એની ઉપર ભાવ છે એવું પણ નહીં અને તું એની ટીકાને.
નિંદા કરે છે એટલા માટે તારા પતિ ઉપર દ્વેષ છે, કેવું પડે? સમજાયું? કેટલી ઉચ્ચ અવસ્થા! ત્યાં પહોંચવાનું છે. બ્રહ્મ તો એનાથી બહુ ઉપર આગળ છે. જ્યારે એના વિશે જાણી જ લીધું, જાણી લીધું પછી અનુભવ કરવા માંડ્યો, એને આ બધું દેખાય પછી કશું ના હોય. વિમાનમાં ઉપર જતાં ગયા, 36,000 ફૂટ, 40,000 ફૂટ, 42,000 ફૂટની હાઈટે. પછી આમ કરીને આમ નીચે જોઈએ, "યાર, અહીંયા બે કીડીઓ ફરતી'તી કે હું નીચે હતો ત્યારે હું જોતો હતો." તઈથી તને કીડી દેખાવાની છે? ના દેખાય. બધું તારે કેવું દેખાશે? આકાશ, બિલકુલ નિર્મળ આકાશ. બીજું કંઈ નહીં દેખાય. ધરતી પણ નહીં દેખાય 40,000 ફૂટથી. તો કેવળ આકાશ. ત્યાં પહોંચી જા કે તું કે તને બ્રહ્મ સિવાય બીજું કંઈ દેખાય છે? તો પછી તું નક્કી ભ્રમિત છું. હજી તું હજી બ્રહ્મમાં જ છું. તને બીજું કંઈ દેખાયું? કેમ કે તને ના દેખાવું જોઈએ ત્યાં પહોંચ્યા પછી.
એ તને દેખાય છે તો કાં તો તું પૂરતી હાઈટે પહોંચ્યો, કંઈક હજી બાકી છે, કંઈક ખૂટે છે. ચોક્કસ એટલે કીધું, "શરણાર્થીને સન્માર્ગે." શરણ અર્થી, જેને શરણને જ પોતાનો અર્થ માની લીધેલો છે, એ શરણાર્થી. "હું તમારા શરણે છું, તમારા આશ્રયે ચાહું છું," એમ કરીને સદગુરુ પાસે જે આવ્યો છે. હવે સદગુરુ એનો એક પણ દોષ નહીં જુઓ. કારણ કે એનો નહીં, સદગુરુ તો કોઈનો દોષ જોતા જ નથી. હા, એને પ્રકૃતિમાં અમુક ફ્લોસ હોઈ શકે, પણ એ તો ડેવલપમેન્ટલ સ્ટેજના આધારે હોય છે. પણ અહીં પહોંચ્યા પછી એ બધા નીકળી નીકળી જતા હોય છે. સદગુરુનો પોતાનો સ્વાનુભવ બોલે એટલે કોઈને પરમેનન્ટલી ચોર જોતા નથી, કોઈને પરમેનન્ટલી દોષી જોતા નથી, નિર્દોષ જુવે. અને કોઈ કે, "મેં બહુ ભૂલ કરી, આમ કર્યું, તેમ કર્યું." થોડીક વાર સાંભળી લે. પછી કે, "ભાઈ, હવે બસ કર. હવે બસ.
તારી ભૂલ વિશે તું જેટલું વધારે એની પર વિવેચન કર્યા કરીશ, એટલી તારી ભૂલો વધતી જશે." આ વાત તો સમજાય છે? સદગુરુ મળ્યા ના હોય તો પણ આપણા માટે આ વસ્તુ એટલી જ એપ્લિકેબલ કે જેની પર તમારી દ્રષ્ટિ હશે તે થશે. એવું કીધું ને? તો તમારી દ્રષ્ટિ ક્યાં છે? બ્રહ્મ પર છે? તમે મુક્ત. અને જો એમ કે આ બધી બાબતોમાં જ હોય તો ભૂલોની પરંપરાઓ સર્જાયા જ કરવાની છે, જે અત્યાર સુધી તો થતું જ આવ્યું તમારી જોડે. "ડુ યુ વોન્ટ ટુ લીવ યોર લાઈફ ડિફરન્ટલી? ધેન કમ ટુ બ્રહ્મ, કમ ટુ સેન્ટર." સેન્ટર શું છે બધાનું? બ્રહ્મ. એટલે એને અધિષ્ઠાન કીધો. એટલા માટે એને અધિષ્ઠાન કીધો. અને પાછો કેવો? તો કે અવ્યક્ત. એટલે સંસારની અંદર તમે કોઈપણ વસ્તુનું એના સાથે રેફરન્સ ઊભું નથી કરી શકતા. એટલો અવ્યક્ત અને અલિપ્ત છે. કેવળ જ્ઞાની જાણે છે કે બધાનો આધાર જે છે તે સંપૂર્ણ નિરાધાર.
બધાનો આધાર અને તોય પાછો સંપૂર્ણ નિરાધાર છે કે એને કોઈનો આધાર, અવલંબન, કશાની જરૂર નહીં. બાય સેલ્ફ, બાય હિમસેલ્ફ, બાય હરસેલ્ફ, તમારે જેવી રીતે કહેવું હોય. કને તમે મેલ, ફીમેલ કે શું કહો છો? નાનીતર? એની એ પડીને તમારી ભાષામાં બ્રહ્મ કેવો, બ્રહ્મ કેવી કે બ્રહ્મ કેવું હોય. બ્રહ્મને એનાથી કોઈ પરવાહ નથી. એ તો પોતાના એટલે કહે છે, "સદેવ પ્રસન્ન ચિત્ત છતાંય અકિંચનતા." આ બધું આટલું બધું હોવું જો છતાંય પોતે કેવા હોય? અકિંચન, મહાસમર્થ. પેલી શાંડિલી હતી ને? શાંડિલીએ સતીએ તેને સૂર્યને કહી દીધું, "આવતી કાલે સૂર્ય નહીં ઉગે." સૂર્ય ના ઉગ્યો. હાહાકાર મચી ગયો બરાબરનો. કારણ કે સૂર્યના પ્રકાશ વગર જીવ સૃષ્ટિ સંભવ જ નથી. છ મહિનામાં બધું સાફ થઈ જાય. પણ થઈ દેવોને ચિંતા. તો બધા દોડ્યા પહેલા દત્તાત્રેય ભગવાન છે ને, એમના માતા પાસે.
બોલો, લોકો ક્યાં ક્યાં દોડે છે! લાગવગ લગાડવા માટે ખાલી માણસો દોડે છે એવું નથી હોતું. ભગવાન પાસે ના ગયા, ભગવાનની મા પાસે ગયા. અને એમને ખબર હોય પાછી કે કોના પાસેથી શું કરાઈ લેવાય. એટલે ત્યાં આગળ ગયા અને અનસૂયા માને પાસે જઈને કીધું કે, "માતાજી, કંઈક કરો કે નહિતર આ સૃષ્ટિનો વિનાશ નક્કી." તો કે, "હું કાંઈ કરું? જાઓ, ત્યાં જઈને કીધું તે બહુ મોટી ભૂલ કરી. તારા એક પતિ જે છે, જેને તે પતિ માન્યો છે આ જન્મ પૂરતો, તેના જીવને બચાવવા માટે તે શું કર્યું? કેટલા જીવોનો તું સંહાર કરવાની છું? હજી તારી પાસે ટાઈમ છે, સમજી જા." આય સતી અને આય સતી. જેનામાં સત હોય ને એ સતી. એમનેમ નહીં. એ સતી'તી. એ જઈને પેલી સતીને કીધું કે, "તું આ ભૂલ ના કરીશ." સતી સમજી ગઈ. પછી અંજલિ લઈને વળી પાછો એને પોતે આપેલો શ્રાપ હતો તેને નિષ્ફળ કર્યો અને કીધું કે, "ભલે ઉગ્યો સૂરજભાણ." શું કીધું?
અને સૂર્યોદય થયો. સૂર્ય સૂર્યોદય થયો અને આ બાજુ એનો જે ઋષિ પતિ હતો શાંડિલી, એનું અવસાન થયું. શ્રાપ જે પ્રમાણે એને મળેલો હતો એ પ્રમાણે. ત્યારે પછી આ મહાસતી ઊભા થયા અનસૂયા દેવી અને એમણે કીધું કે, "જો મારામાં કાંઈ સત હોય તો આ અત્યારે જ જીવતો થાય." અને જીવતો થઈ ગયો. જો, સતીએ કેવી રીતે રસ્તો કાઢ્યો એ જો. એના સતથી રોકાઈ રહેલું હતું, તો એને પાછા પોતે માર્ગે લાવી દીધું. ત્યાં પોતાનું સત વાપર્યું અને પછી એને કીધું, "તું હવે જીવતો થા." એટલે સદગુરુ હંમેશા આ કરે. અને જ્યારે એમને સંસારમાં કોઈકને આવી રીતે બચાવવાનું હોય, કંઈ કરવાનું હોય, ત્યારે જ પોતાની સિદ્ધિ વાપરે. અને ત્યારે વાપરે એટલે પછી ત્યારે કંજુસાઈ ના કરે. એ વાપરે, મુક્ત મને વાપરે. કેમ? તો કે, "મેં તો બ્રહ્મને જાણી લીધો છે. આજે આ કૃત્યના કારણે ભલે પોતાની સ્થિતિથી નીચે પડવું પડે, પણ મને તો ખબર છે ને હું તો બ્રહ્મ છું.
મને વાર નહીં લાગે પાછું પહોંચી જતાં. પણ એક ઓર જીવ બ્રહ્મ સ્વરૂપ બનશે." એના લક્ષ્યમાં આ વાત હોય. એટલે પોતે નીચે ઉતરી આવીને પાછા પહેલાને લઈને ઉપર જતા રહે. સદગુરુની કરુણા આને કહેવાય છે. એ કૃપા જે કહેવામાં આવે છે તે આને કહેવામાં આવે. એ વખતે પોતાને નીચે.
આવવું પડે છે પોતાની સ્થિતિમાંથી, તો પણ ત્યાં આગળ વ્યવહાર પૂરતી થોડાક વાર આવી ફરી પાછા એવું પડે, પણ પોતાનું સ્વરૂપનું ભાન ક્યારેય છોડતા નથી એવા સદગુરુ. એટલે આમ લાગે કે અકિંચન કે એમના પાસે કશું જ નથી, આમ એવા ફર્યા કરતા હોય. વીરરામ ગુરુ રગ્રે અત્રે બદલામાં શું મળ્યું? સદગુરુ જ્યારે આ કરે છે ત્યારે એક ઓર જીવાત્મા બ્રહ્મસ્વરૂપ રૂપ પામ્યો અને "બ્રહ્માનંદમ્ પરમસુખદમ્" – બ્રહ્મનો આનંદ મળ્યો. બ્રહ્મનો આનંદ સર્વોચ્ચ આનંદ, સર્વોપરી આનંદ. ઇન્દ્ર તરફડ્યા મારે એનો આનંદ જો એને પ્રાપ્ત થઈ જાય ને તો સહન બી ના થાય ઇન્દ્રથી પણ. માણસોને તો વાત જ જુઓ! એટલે કીધું કે, "જ્યાં સુધી તું મનુષ્ય ભાવમાં છું, ભૂલું છું કે જો બ્રહ્મનો સ્પર્શ થઈ ગયો તો તારાથી જીવવાશે નહીં." એટલા માટે આ બધું ત્યાગવું પડે છે. આ બ્રહ્મનો સ્પર્શ પામવાનો છે, બરાબર?
તો ૧૫ રેનકોટ ચડાયેલા હોય અને બ્રહ્મનો અનરાધાર આમ રેન આવતો હોય, વરસાદ પડતો હોય એવી રીતે આમ તો તમે એને સ્પર્શ પામી શકશો. બ્રહ્મનો આ પહેલા ૧૫ રેનકોટ કાઢવા પડશે ભાઈ તમારે. ૧૫ રેનકોટ પહેરીને ફરે છે લોકો અને તોય લાજતા બી નથી. બધાય એવાને એવા જ ફરે છે પાછા કે પેલાને જ કહો તો કે, "હા, એવું ફરે છે ને એટલે હું એવો જ ફરું છું." આ સમાજ કહેવાય. સમાજમાં સમજ એક જ જાતની હોય, જે બધા કરે છે એ ઉમરે કરવાનું. બસ, આ એમની સમજ અને એ સમજતે ચાલે એટલે પછી આખો સમાજ કહેવાય તો ચાલ્યા કરે એમને. "૧૫ રેનકોટ કાઢ ભાઈ હવે તું, હવે તો બ્રહ્મની અંદર તું ધુબાકા માર. ૧૫ રેનકોટ પહેરીને ક્યાં સુધી ફરીશ? એક દાડો તો તને બોજો લાગશે જ. હજી વાત માની જા અને જે દાડે તને બોજો લાગે ને આ બધું આમ કરીને આમ નાખી દેજે. અવધૂત થઈ જઈશ, ગેરંટી." આમ જેવું ફેંક્યું ને બધું, "નોય મારું ઘર," તો સીધો તું ત્યાં બ્રહ્મમાં ખોવાયો, ત્યાં સમાઈશ.
બીજે ક્યાંય નહીં સમાય તું, કારણ કે તું હવે એટલો મોટો થઈ ગયો. આ સમાન નાનો પડશે તારા કદના પ્રમાણમાં. તારું કદ એટલું એટલું બધું મોટું થઈ ગયું, તું વિરાટ થઈ ગયો. એક દેશ તને ના સમાઈ શકે, ભલેને મોટો આવડો કેટલોય હોય. આખાએ આફ્રિકા ખંડ જ એવડો મોટો હોય તો કે, "ના, તું ત્યાંય નહીં સમાવવું." કે, "એનથી મોટો થઈ ચૂક્યો તું તો પૃથ્વી." એનાથીય મોટો થઈ ચૂક્યો. હવે તું ત્યાં નહીં સમાય. તો કે, "છેવટે ક્યાં?" તો કે, "બ્રહ્મમાં સમાયો." એટલા માટે કીધું જે સંસારમાં ખોવાયો અને એવો આનંદ મળ્યો કે જે ક્યારેય વિક્ષિપ્ત ના થાય, ક્ષય ના પામે. આ અક્ષય આનંદની વાત કરી રહ્યા છીએ આપણે કે જેને ટીબી જ ના થાય એવો આનંદ. આનંદને ટીબી ના થાય, મૂળે દાખલો જ ખોટો, રકમ જ ખોટી. એટલે ક્યારેય વિક્ષિપ્ત ના થાય, ક્યારેય ના ખૂટે એટલો બધો આનંદ. તો કે, અનહદનો આનંદ, બેહદનો આનંદ, જબરજસ્ત આનંદ અને પાછો કેવો?
નિરાધાર, બિલકુલ નિર્મળાનંદ. લાગેલી ખુમારી ના ઉતરે. સ્વયં સ્વરૂપની અંદર પોતાના આત્માના આનંદ અંદર રહેવું એને કહેવાય બ્રહ્માનંદમ. એટલે કીધું, "બ્રહ્માનંદમ પરમ સુખદમ." કેવો છે બ્રહ્માનંદ? કેવો છે? પરમ સુખદમ છે. તમને સુખ એકદમ પરમ સુખ આપે છે. બધું સુખ પૂરું થઈ જાય પછી જે પ્રગટે તેને પરમ સુખ કહેવાય. તો કે, બ્રહ્મનો આનંદ એ પરમ સુખ છે. બ્રહ્મનું સ્વરૂપ, "હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું." એ બ્રહ્માનંદી એક ઉર્જા છે, એક પ્રચંડ શક્તિ. એના વડે જ આત્માનુભૂતિ. બસ, "હું બ્રહ્મ છું" એ પોતે જ ઉર્જા છે બાયટસેલ્ફ અને એ જ પ્રગટાવે છે શું? બ્રહ્મને. તો આત્માનુભૂતિ પછી બીજા કસાયની જરૂરત ના પડે. એની ખુમારીનો, એનો નસો જીવનભર રહ્યા કરે. જીવતો તો રહેતા સુધી, એનો બોડી હોય ત્યાં સુધી એ એવોને એવો જ હોય. અવધૂત બનીને પ્રયાત કરતો હોય.
બધા તુરયાતીત વાળા આવા. શો દેહનું ભાન જ ના હોય, કશા સંસારનું પણ ભાન ના હોય, પણ એક આમ આંગળી આમ કરીને આમ જો ભૂલે ચૂકે કરે ને તો બધું કઈનું કઈક હલાઈ મૂકે એવો પ્રચંડ પાવર વાળા. બધા કરે જ નહીં, કસામ પડે જ નહીં સંસારની અંદર, પણ જો કોઈ નિમિત્તે બી કાઈક કરવાનું વખત આયો તો પછી આ બધું એક બાજુ ને એક બાજુ. એટલો પાવર, એવી ખુમારી હોય એમ કે, "એક જ વાર એને પ્રાપ્ત કરી લેજો, હજી કહું છું, એક જ વાર પ્રાપ્ત કરી લેજો." દંડવત્ પ્રણિપત્ય આનંદાશ્રુપરિપ્લુત. તો શું થશે કે એક જ વખત તમે પ્રાપ્ત કરી લેશો ને તો એ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ થઈ ગયા પછી આનંદ આશરુ એટલા બધા તમરે આમ વયાજ કરતા હશો, એટલા બધા તમે આનંદમાં હશો, ભાવવિભોર હશો, તરબોળ હશો. આનંદ, આનંદ, આનંદ, આનંદ, આનંદ. કોઈને કહી ના શકાય આ અનુભવ આપણને જે થાય છે ને અંદર એમ કહેવાય નહીં કે મને શું થાય છે.
જોયું કેવી વાત છે? અહીં તો માણસને પેલો શ્વાસ રૂધાતો હોય ને, ગભરામણ થઈ ગઈ હોય ને તોય બોલાતું નથી કે હું થાય છે મન, કહેવાતું નથી. એટલે એક આ સંસારી સ્થિતિ છે અને એક આ સ્થિતિ છે બ્રહ્માનંદની અંદર ભાવવિભોર થઈને આનંદ આશ્રરૂપ પરિલ. સમર્પિત થઈને એવાઓને દંડવત કરવા જોઈએ. આનંદના આંસુ સહેજે વહે જ જશે, વહી જશે. જ્યારે એવું થશે ત્યારે તમે એને રોકી નહીં શકો. આમ વયાજ કરશે તમારા આનંદ આસરું. ચોધાર રડતા હશે એવું લોકો જોતા હશે, પણ તમને ખબર ખબર નહીં હોય કે તમે રડી રહ્યા છો, તમે હસી રહ્યા છો, તમે તમને શું થઈ રહ્યું છે તમને ખબર નથી. તમે તો બ્રહ્માનંદની અંદર કેવા થઈ ગયા છો? તરબૂર થઈ ગયેલા અને એવી સ્થિતિ પ્રાપ્ત કરી લેજો કે જેથી એમના ચરણ કમળ ઉપર અભિષેક કરું છું એવા ભાવથી એમને દંડવત કરજો. એવા સદગુરુ, એવા મહાત્મા, એવા સંત જો ક્યાંક કદાચ મળી જાય.
નહીં જ મળે, મોટા ભાગે નહીં જ મળે અને જે કોઈ મળશે તે આ ડિસ્ક્રિપ્શનમાં ફિટ થાય એવા નહીં હોય, પણ છતાં જો ક્યાંક કોક જગ્યાએ મળી જાય અનંત કરોડો પુણ્ય જન્મોની પુણ્ય એક શામી પાકી જાય તમારી તે વખતે આટલા બધા જીવ જેને કહેવાય કે એની અંદર.
તમે લખચોરાસી ફર્યા, દરેક વખતે જંખના તો હતી કે હું બ્રહ્મને પ્રાપ્ત થઈ જાઉં, પણ એ બધું લઈને તમે આટલું બધું ફર્યા, હજી નોતી પૂરી થઈ એ ઈચ્છા. આજે સદગુરુ મળ્યા અને બસ પૂરી થઈ ગઈ. હવે બસ, હવે કંઈ કરવાનું નથી. દંડવત પ્રણિપત્યા, દંડવત પડી રહેવાનું. બસ, નમસ્કાર કરીને કે, "પ્રભુ, તમારા શરણે. જુઓ, તમારે જે કરવું હોય એ કરો."
સદગુરુ સર્વોચ્ચ સર્જન છે, એટલે અમને ખબર છે કે આને હું શું કરીશ? આનું ઓપરેશન કેમનું કરવું? બહુ જટિલ કેસ છે, પણ એમને ખબર છે કારણ કે કુશળ છે, કેવા છે? કુશળ છે. એટલે એમને ખબર છે. એટલે પરમ હિતકારી એવા સદગુરુ પછીથી તમને ઉપવાસ કરાવી દેશે અને એટલું જ નહીં, તૈયાર કરીને પાછા સજાઈ-ધજાઈને તમને બ્રહ્મમાં સ્થિર કરી દેશે. જેમ કોઈ વૈષ્ણવ હોય તો પેલા આવડો અમથા લાલજી હોય ને, એના ઘરની અંદર ઝુલાતો હોય, ત્યાં પહેલા નવડાવે, ધોવડાવે, ખવડાવે, પીવડાવે, સાજ બધું પહેરાવે, બધું કરાવડાવે અને બધું કરીને પછી છેવટે શું કરશે? પાલખામાં પોઢાડી દે. બધું ઓઢાડી-પોઢાડીને આરતી-બારતી બધું કરીને કે, "હવે મંગળા થઈ ગયા ને તમારા પેલા શયન ભોગ કરો." કે, "હવે બધું શૃંગાર થઈ ગયા ને બધુંય થઈ ગયું." પછીને તૈયાર કરીને ત્યાં આગળ સ્થિર કરી દે છે.
એવી રીતે એ શરણાગતને, એવા શિષ્યને, જો શિષ્ય ભાવે ગયો હોય તો, શરણાગત ભાવે ગયો હોય તો, તેને પણ ત્યાં ફક્ત એ શું જુએ છે? સમર્પિત થયો કેટલો? બસ, એટલું જ જુએ.
"થોડી વાર હોય, થોડી રાહ જો. પાછા છ મહિના પછી કે ૧૨ મહિના પછી આવજે, પછી તને જ્ઞાન આપીશું." કે, "મને જે આવું કર્યું હતું ને દાદાએ, થોડો મોટો થઈને આવજે, પછી તને આપી દઈશ. તારું રાગે પડી જશે." કે, "અમારું પડી ગયું." બોલો, દાદા બોલેલા, "રાગે પડી જશે, અમારું પડી ગયું." આમ થઈ એવા પરમ હિતકારી. અત્યાર સુધી રોજ પાઠ કર્યા, ખોલી-ખોલીનું કંઈ આપણે બધું બોલે રાખ્યું પોપટની જેમ. એનું રટન કર્યું, ટેપ રેકોર્ડર બોલી ગઈ. અડધો કલાક સુધી, એક કલાક સુધી, બે કલાક સુધી. નક્કી કર્યું હતું ને પ્રોગ્રામ, ૮ ને ૧૦ એટલે ચાલુ થઈ જાય, ૯ ને ૨૦ પૂરું થઈ ગયું. "હવે ઓફિસમાં જઈને બેસી જાઓ." આખી જિંદગી જતી રહી આમને આમ કરતાં કરતાં. કશુંય ના સમજે શું બોલાઈ રહ્યું છે, કશુંય ના સમજે. આરતી ઉતારે, "જય આધ્યા શક્તિ માં, જય આધ્યા શક્તિ, અખંડ બ્રહ્માંડ નિભા, પડવે પંડિતમાં." કંઈ ખબર ના પડી.
રોજ બોલી ગયો, "દ્વિતીયા બેય સ્વરૂપ, તૃતીયા ત્રણ સ્વરૂપ, પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મ, પંચતત્વ ત્યાં સોહી પંચે તત્વોમાં." પાંચે પાંચ તત્વોમાં મોજૂદ. બધું ઘા-ઘા કર્યું પણ સમજ્યો નહીં કે ૩૫ વર્ષ, ૪૦ વર્ષ આરતી કરી, ખબર નહોતી પડી કે શું થયું.
પરંતુ ગુરુના સાનિધ્યમાં, એમના સંસર્ગમાં, એમના સ્પર્શથી તો ખાલી આમ એવા ગુરુને, સદગુરુને આમ યાદ કરો ને તો અંદર જ્ઞાન આમ ફૂટવા માંડે ધડધડ થતું. એટલો બધો પાવર છે ગુરુ પાસે તો. અને તમને એમ લાગે છે કે એ આટલું દૂર બેઠા છે, પણ એ તો તમારી પાસે છે, તમારી અંદર બેઠા છે. છેડો અડેલો જ છે એમનો તો. તમને એમ લાગે છે કે તમે દૂર છો. એ તો એમનો લાઈવ વાયર જેવો આમ કરીને આમ અડાડ્યો, ધડાટર ટર કરતો કરંટ ચાલુ થઈ જવાનો ફૂલ પાવરમાં છે ગુરુ તો. હંમેશ માટે અહીં તો ખોટ જ નથી. પોતાનું જ જનરેટર એમનું જાતે જ. તારે કીધું કે આ યાર આ કશુંય નહોતો સમજ્યો, પણ આ ગુરુનું સાનિધ્યમાં, સત્સંગમાં કૃપા થઈ. કરી નથી, ગુરુએ કૃપા થઈ. અહીં જો શું લખાય છે? "હવે આપણો જન્મ થયો." હવે આપણો જન્મ થયો ક્યાં? બ્રહ્મની અંદર, બ્રહ્મની ભૂમિકામાં આપણો હવે જન્મ થયો.
મનુષ્યપણું મીટી ગયું, ખતમ થઈ ગયું. આ ભૂમિકામાં અહંકાર હતો એ ગયો, ક્ષીણ મોહ બધું ખતમ થઈ ગયું. "નષ્ટો મોહો," મોહ બી નષ્ટ થઈ ગયો. હવે આપણો જન્મ થયો ક્યાં? આખા વર છે બ્રહ્મનગરમાં. એને નગર કીધું. બ્રહ્મની ભૂમિકામાં જ આપણો જન્મ થયો એમ કહેવા આપણે કૃતાર્થ થયા. "કૃતાર્થોહમ, કૃતાર્થોહમ, કૃતાર્થોહમ, નાત્ર સંશય." ચોક્કસ હું કૃતાર્થ થયો છું, એ બાબતમાં હવે મને કોઈ શંકા નથી. હવે મને ક્યારેય શંકા થતી જ નથી કે, "હું બ્રહ્મરતન ધન પાયો, પાયો જી મેને." બસ, હવે મને કોઈ શંકા રહી નથી. હું તો કૃતાર્થ થઈ ગયો. કેટલી શ્રદ્ધા હશે અંદરથી આમ આવે કે, "હું તો કૃતાર્થ થઈ ગયો." કેટલી બધી પ્રચંડ શ્રદ્ધા હશે, અડગ વિશ્વાસ કે હવે સહેજય શંકા રહી જ નથી.
જીવનની આવી પરિપક્વતાને પ્રાપ્ત કરી લેજો. જો આટલી બધી શક્તિ, હિંમત, ભરોસો તમને આપતા હોય, એવાનો ઉપકાર તમે શી રીતે ભૂલી શકો? એવા સદગુરુ, એવાના ઉપકારને તમે શા માટે, શી રીતે ભૂલી જઈ શકો છો? આ એક વિચિત્ર છે, આશ્ચર્ય છે. આમ ફોન આવે એની હાથે, સદગુરુ તો બાજુ પર. પહેલા ફોન લેવાનો. કેમ? તો કે ૫ લાખ આવવાના છે ને, ૨૫ લાખ આવવાના છે. હવે જો આને કિંમત કરી સદગુરુની કે આના કરતાં તો આની કિંમત વધારે છે. તો હવે સદગુરુ કહે છે કે, "સારું કે તું હજી થોડો ટાઈમ સંસારમાં પડ્યો રહે. જ્યારે તું સંસારી સંપત્તિથી થાકે ત્યારે મારી પાસે આવજો." એટલે પછી પેલો તો સંપત્તિની પાછળ પડ્યો હોય. ધીમે ધીમે હાલત એવી થશે કે સંપત્તિ એની પાછળ પડશે. એટલી બધી આવશે, એટલી બધી આવશે, પેલાને એમ થાય કે હવે ક્યાં મૂકવું, ક્યાં મૂકવું. અને જેમ વધતી જાય એમ ભય વધતો જાય.
જતી રહેશે તો? કોઈ લૂંટી લેશે તો? આમ થશે તો? રાતે ઊંઘ ના આવે. "જતી રહે ગયા સુખ ચેન સબ સમાપ્ત હો ગયા ભાઈ." કેમ? તો કે આ તારો પુણ્યકાળ પૂરો થઈ ગયો. આ બધું પર્ચેસ કરવા માટે વાપરી કાઢ્યું કે સંપત્તિ. "હવે તો કે હવે તો કે તારે છે ને કપરો કાળ આવ્યો છે ભાઈ." શેનો? આ તે માનેલી તારી સંપત્તિનો વિયોગ થવાનો. વિયોગનું દુઃખ કેવું હોય? "શોધ્યા શોધ્યા કરીને ફરવું પડે છે. એવી રીતે ફરે, "ક્યાં ગઈ મારી સંપત્તિ? ક્યાં ખોઈ?" સરકાર પાછળ પડે, "ટેક્સ આપી દે." ઇન્કમ ટેક્સ વાળો આવે, પેલો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ વાળો આવે.
બાકી રહ્યું હોય તો બધાને ખબર પડી ગઈ કે આની પાસે તો બહુ સંપત્તિ છે. એટલે પછી પાછા ચોર, લુટારા અને એવા લોકો આવે. બાકી રહ્યું હોય તો સગાવાલાને ખબર પડી કે આ તો બહુ પૈસાદાર થઈ ગયો. ચાલો કે આપણે પાસેથી થોડા લઈ આઈએ. કરીને સગાવાલાએ આવવાનું ચાલુ થઈ જાય. જે ગગી તમને પાંચ વર્ષથી પૂછતી ના હોય, એ બસ આવીને તમારી પૂજન કરવા માંડે તો નક્કી માનવાનું કે હવે આપત્તિ આવી. આ કોઈ વાલ એમનેમ કરતું ના હોય. સદગુરુનું એવું ના હોય, એ તો જોતા હોય આખો ખેલ કે આટલે પહોંચ્યું, આટલે પહોંચ્યું, આટલે પહોંચ્યું. બસ હવે આવું આ પડવાનું થયું છે. હવે જઈને આધાર આપે ત્યારે એ ટાઈમે એને આપે, "ઘભરાતો નહીં સજ્જે, તને હું પડવા નહીં દઉં. આ બધી સંપત્તિ ભલે જતી રહેશે, હું તને આપીશ. હું તને મારી સંપત્તિ આપીશ. હું તને દૈવી સંપત્તિ આપીશ. હું તને શાશ્વત સંપત્તિ આપીશ.
તને પડવા નહીં દઉં. કાયમી સુખ આપીશ, સનાતન સુખ આપીશ. ચાલ મારી પાસે, મારી જોડે બેસી જા."
અને સદગુરુ એને પછી ઉપર એવી રીતના ચડાવી દે. પેલાને ખબર ના પડે. પેલો રૂપિયા-પૈસા વાપરવાનું ભૂલી જાય. બધું વાપરવાનો ટાઈમ જ નથી. "હવે મારે કેમ?" "તમે મારી પાસે તો હવે બ્રહ્મ છે. હું શું કરું? મારે હવે ક્યાં વાપરવાનું કરું? જરૂર ક્યાં રહી?" એટલે તમે બ્રહ્મને વટાવી ના શકો. બ્રહ્મ કંઈ ચેક થોડો છે કે તમે આમ વટાવવા નીકળો છો? એના નામે બધા કરે છે ને બધું જાતજાતનું. હવે કેવું પેમેન્ટ આવે બધાને? "બિસાર દિયો ઉપકાર તેરો, કિ તોરે સંમુખ હોત નાહીં મન મોરા." શિષ્યની હાલત કેવી થઈ જાય? સદગુરુ એના પાસે આવીને આટલો બધો ઉપકાર કરે એની ઉપર. પછી એને અંદરથી જ્ઞાન થાય, અપરાધ બોધ થવા માંડે, ગિલ્ટ ફિલિંગ થવા માંડે કે, "તમે મારા માટે આટલું બધું કર્યું. હું સાવ આવો વાલિયો લુટારો, તોય નારદજી તમે આવ્યા પાછા ફરી મારી પાસે. તમને હું મારી નાખીશ, એનો પણ ભય ના લાગ્યો.
તમે ફરીને મારા માટે આવ્યા. આ મારા કહેતો હતો એવા બધા સગાવાલાએ મને છોડ્યો, તરછોડ્યો. જેને જેને મેં મારા જાણ્યા, દરેકે ના મુકર ગયા. બધા કહે કે ભાઈ તું જ તારા માટે જવાબદાર, હું નહીં." કહેતો એવા સદગુરુ તો મારા માટે આવ્યા. તો કે હવે હાલત એવી થાય છે કે હું તમારી સન્મુખ નથી થઈ શકતો. આમ ઊંચું જોવાની મારામાં હિંમત નથી થઈ. અપરાધ બોધ એટલો બધો વધી ગયો.
ત્યારે સદગુરુ માથે આમ હાથ મૂકે, "વિજયી ભવ!" શું કહે છે? "વિજયી ભવ!" ત્યારે કહે છે, "કલ્યાણમસ્તુ!" વિજય તારો શેની સામે? તો કે આ બધું, આ જે તે જે માનીને મોટા કર્યા હતા ને બધા તારી માન્યતામાં, એ બધાની સામે હવે તું યુદ્ધે ચડ્યો. હવે ચડવાનો થયો તું ઉપર. હવે તું નહીં પડવાનો. હવે તારું કામ થઈ જશે. એટલે એને કહે છે, "વિજયી ભવ!" તને શક્તિઓ પ્રદાન કરું છું. તું આ બધામાંથી ઉપર ઉઠી શકે. એ વિજયી ભવના આશીર્વાદના પ્રતાપે ઉપર ઉઠીએ છીએ આપણે. મુશ્કેલીઓમાંથી બહાર નીકળીએ છીએ આપણે. અને બ્રહ્મ વિશે આટલી વાત કરવા, સાંભળવા, જાણવા, સમજવા માટે સદભાગી બનીએ છીએ આપણે. એ સદગુરુ વિજય ભવ ક્યારે હાથ મૂક્યો તો યાદ છે? ખબર છે? પણ એમણે તો મૂક્યો તો નક્કી. નહીં તો આપણે અહીંયા જ ના હોત. કાર્ય પરથી કારણની ખબર પડી જાય છે આપણને. આ કાર્ય થઈ રહ્યું છે એ બતાવે છે કે કારણ ત્યાં ગાળે છે જ.
કોઈ સદગુરુએ કોઈ આશીર્વાદ આપણને આપ્યો, આપણે ઉપર ઉઠ્યા.
આ જ સમયે આપણે બીજી કેટલી જગ્યાએ વાપરી શકતા હતા? અહીંયા આવવામાં જેટલા વપરાયા રૂપિયા તમારા, ગાડી વપરાઈ, બધું થયું, એ તમે બીજા કેટલાય કામોમાં વાપરી શકતા હતા. પણ ના, આ સદગુરુનો આશીર્વાદ "વિજયી ભવ" આજે ફળ પામ્યો છે, પરિણામ પામ્યો છે. "હવે મોક્ષનું મને વરદાન પ્રાપ્ત થઈ ગયું છે અને બસ હું હવે બ્રહ્મમય, બીજું કશું નહીં." આવી સ્થિતિ સદગુરુએ મારી કરી નાખી. આટલો બધો મને આવો હોવા છતાંય ત્યાંથી ઉપાડીને મને અહીં મૂકી દીધો. આવા ગુરુના અનંત કોટિ પ્રણામ, અનંત કોટિ વરદન. ભગવાન પોતે બોલ્યા કે, "કેવી રીતે બદલો વાળી શકું, હે સદગુરુ?" થોડી લજ્જા પણ આવે છે અને માથું પણ મારું શરમથી ઝુકી જાય છે કે હું હવે નજર પણ ગુરુની સાથે મિલાવી શકું એવું નથી. એટલા માટે જ એવા સદગુરુની ઉપાસના એમના ચરણમાં ઝૂકીને એવી રીતે કરીએ, આનંદ અશ્રુથી એમનો અભિષેક કરીએ કે, "હે કૃપાનિધાન, અમને વિશ્વાસ છે એટલું બધું કે બસ આજ અમને તારશે.
તમે જ અમારા તરણ તારણહાર છો."
"વિશ્વેશ પાદામ્બુજં દિવ્ય નૌકા." આ સંસાર પાર ઉતારવા રૂપી માટેની નવકા આ તમારા ચરણ જ. અને એના આશ્રયે અમે હવે છીએ. "અમને તરછોડશો નહીં." "ના મળે આશ્રય અન્યત્ર જગમાં." જગમાં અન્યત્ર હવે ક્યાંય આશ્રય મળે એવો પણ નથી અને મારે હવે જોઈતો પણ નથી, કારણ કે હવે તમે મળી ગયા. જો મારે હવે ક્યાં જોવાનું રહ્યું? હવે તો બ્રહ્મમાં બસ આ અંદર સખતરી આમ નિરંતર ચાલતું હોય એને ચિંતન કીધું. એને બ્રહ્મચિંતન કહેવામાં આવે છે. ભાવ બ્રહ્મ ભાવ. તો કહે છે, "ના મળે આશ્રય અન્યત્ર જગમાં." હવે તમને આ જગતમાં કોઈ જગ્યાએ આશ્રય નહીં મળે. આ સંસારમાં પાછા ફરવાના તમારા બધી તકો બંધ થઈ ગઈ છે, ખતમ થઈ ગઈ. હવે તમે પાછા સંસાર નહીં જઈ શકો. આ સંસાર પણ તમને સ્વીકારશે નહીં. દરેક તકે તમને આમ ઉપાડીને સંસારમાંથી, "તમે તો અમારાથી જુદા." કરીને આ બહાર મૂકી દેશે.
પણ સદગુરુએ મારા પર કૃપા કરી, મને આશ્રય આપ્યો, મને સાથે રાખ્યો, મારી સાથે નિરંતર સત્સંગ કરે છે. એ જ મને બ્રહ્મમાં સ્થિર કરશે. મને મારા સ્વરૂપની અંદર એ મને સ્થિર કરશે.
પૂરું તમારું જગતનું જીવન નાટક. હવે પૂરું તમારું જીવન આ જગત નાટકમાં. હવે તમારો પ્લે અહીંયા પૂરો થઈ ગયો છે. યાદ રાખ, સમર્પણ વગર, સમર્પણ સિવાય પ્રેમ, ભક્તિ અને વિશ્વાસ ક્યારેય ના જાગે. જો અંદર કંઈક થોડુંક બી જાગી રહ્યું છે એવું લાગે.
છે તો નક્કી માનજો, એ સદગુરુની કૃપા છે. તમારો પુરુષાર્થ નથી. એને ભૂમિકા તૈયાર કરી દીધી હતી, સિંચન કર્યું હતું. એને સદગુરુના હવે એના અંકુર ફૂટવાની તૈયારી થઈ ગઈ છે. બસ એટલા માટે તમને આવું લાગે. ક્યાંક ને ક્યાંક વ્યવહારની અંદર તને ભેદ લાગે એટલે વિશ્વાસ ડગી જાય, તારી શ્રદ્ધા તૂટે, તને એવું લાગે. એટલા માટે "સર્વસ્વ સર્વજ્ઞને સમર્પણ" – જે બધું જ જાણે છે તેને હું સમર્પિત છું – કરીને બસ આમ તું ત્યાં ગાડે પહોંચી જા અને ત્યાં ત્યાં સ્થિતિ કરીને રહે. બસ હવે બીજું કંઈ નથી. બાકીનું તો એ કરશે. એમના નિમિત્તે એમને જે કરવાનું છે ને, એ બધું એ કરી નાખશે. તું ત્યાં પડ્યો રહીશ એટલે પછી શું થશે? તો કે, "હવે શું બાકી રહ્યું? સર્વસ્વ મારું આપ જ છો. જે કાંઈ બ્રહ્મ છે તે જ સર્વસ્વ છે અને તે બ્રહ્મ તે આપ જ છો. તો મારું સર્વસ્વ આપ જ છો.
સર્વસ્વ સર્વજ્ઞને સમર્પણ." શું બાકી રહ્યું? મારું તન, મન, ધન બધું આપ જ. હવે જુદાપણું ક્યાં રહ્યું? "તત્ ત્વમસિ" થઈ ગયા. "તે હું છું." તદરૂપતા આવવા માંડી. એ જ મારું સ્વરૂપ છે. જે બ્રહ્મ છે, જે બ્રહ્મ છે, તે બ્રહ્મ છે, તે હું છું. જે બ્રહ્મ છે, તે બ્રહ્મ છે, તે હું, તે હું – એવો અડગ ભાવ કરજો, અડગ, ડગ્યા વગરનો. એમ કોઈપણ પરિસ્થિતિની અંદર એમ જ છે. એટલે અને એ મારું જ સ્વરૂપ છે, એ દૃઢતાથી પોતાની અલગતા પણ તમે ભૂલી જશો. અદ્વૈત આવી ગયું. હવે કોઈ ભેદ નહીં, વિચાર ભેદ નહીં, મન ભેદ નહીં, વ્યવહાર ભેદ નહીં. એટલે થવાશે પછી દ્વંદ્વાતીતમ. ધીમે ધીમે ધીમે ધીમે દ્વંદ્વથી તમે અતીત, મુક્ત થતા જશો, અલગ થતા જશો. અદ્વૈતમાં પ્રવેશ પામી રહ્યા છો હવે તમે. યાદ રાખો, ધ્યાન રાખો, જેને બ્રહ્માનંદ પ્રાપ્ત થાય એને શરીરના બધા ભાવો, દેહાધ્યાસ, "હું આ દેહ નથી" – દૃઢતા થાય.
"અહં બ્રહ્મ અસ્મિ" દૃઢ થઈ ગયું હોય જબરજસ્ત રીતે. આ સાક્ષાત્કાર સર્વત્ર બ્રહ્મ જ અનુભવાય, સર્વત્ર બ્રહ્મ જ છે, બીજું કાંઈ છે જ નહીં. એવા બ્રહ્મ તીર્થના અધિષ્ઠાતા. તીર્થ એટલે કેવી જગ્યા છે કે જ્યાં આગળ જાય લોકો અને પોતાના પાપોનું વિમોચન કરે, પાપો ધોવા જાય ટૂંકમાં. જેમ મેલા લૂગડાં ધોવા જાય ને લોકો, એવી રીતે પોતાને પાપ ધોઈ આવે ત્યાં આગળ. એ જગ્યાને તીર્થ કહેવાય. તીર્થ એટલે પાપોનો ધોબીઘાટ. ત્યારે કહે છે કે, "હે અમારા પરમ તીર્થ પરમાત્મા અવધૂત, આપના ચરણોમાં અમારા કોટિ કોટિ વંદન છે. યતસંગનાસ્ત પાપ." આપનો આશ્રય મળ્યો છે, અમે પાપથી મુક્ત થયા છીએ. જ્ઞાન હોય ત્યાં પાપ ના હોય. ગુરુ સ્વયં જ્ઞાન તીર્થ છે. એમના આશ્રયે તમે ગયા, હવે પાપ કેવી રીતે રહી શકે? ના રહી શકે. સંસારનો કોઈ વિચાર સુદ્ધા કેવી રીતે આવી શકે? ના રહી શકે.
બધું બધું ઝરવા માંડે. જેમ નાના બાળકને શું શું થઈ જાય, પણ અતિશય અતિશય વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિને પણ થઈ જાય ને? બધેથી બધું ઝરવા માંડે. ઇનફેક્ટ, ખરેખર તો મોઢામાંથી લાળ નીકળતી હોય, આંખમાંથી આંસુ નીકળતા હોય, બધો કંપ થતો હોય. આવી રીતનું બધા જ સ્ત્રાવો જ થયા એવી સ્થિતિ. કેટલું બધું પાપ નીકળી જાય એ ટાઈમ! આવી સ્થિતિમાં જો કોઈ મુકાયો હોય, એમનેમ નથી ને મુકાતો. એ વખતે કેટલા બધા પાપોમાંથી એ મુક્ત થઈ રહ્યો છે. સદભાગી છો તમે જો કદાચ તમને એવું જોવા પણ મળી જાય. એ રિમાઈન્ડર છે તમારા માટે કે, "જાગી જા, ચેતી જા. આ હાલ થતા હોય છે." નહીં તો છેવટે રિમાઈન્ડર છે તમારા. અને પાછી દરેક વખતે લખાઈને શું આવે? "ફાઇનલ રિમાઈન્ડર", "અંતિમ ચેતવણી" કે હવે સંભાળી લેજે આમ. જીવનમાં દરેક તબક્કે તમે જોતા આવ્યા છો આવી સ્થિતિમાં લોકોને મુકાયેલા.
પણ એ તો સદભાગી છે કે પાપોમાંથી એ મુક્ત થઈ રહ્યા. તો આપણે તો સદગુરુની સાનિધ્યની અંદર આવી રીતે બધા સર્વસ્વનો આપણે ત્યાગ કરી દીધો. કોઈ પાપ રહ્યા જ નથી. હવે મારું પુણ્ય પણ નથી, મારું પાપ પણ નથી, મારું કર્મ નથી, મારો દેહ જ નથી, મારું મન બી નથી, મારો ચિત્ત નથી, આ સંસાર પણ મારું નથી. બધાથી મુક્ત થઈ ગયા. આવું બોલાઈ શકે? બોલાવજો તો ખરા કોકને બહાર જઈને કે, "ચલ કે પાંચ મિનિટ બોલ મારી." છોડને, ઊભો થઈને ભાગવા મળશે તરત જ. કરવો હોય તો કરો અખતરો. સાજા માણસને કે, "ચાલ, પાંચ મિનિટ બેસ આખું. હું તને ૫૦૦ રૂપિયા આપું. હું બોલાવું એમ તારે બોલે રાખવા." અને ખરેખર એમ બોલાવાની જો કેટલા તૈયાર થાય! બહુ અઘરું છે. એમને એમ ના બોલાય. એટલે કીધું કે અનુભૂતિ થાય નહીં ત્યાં સુધી બોલાય નહીં. એટલે જે અનુભૂત હોય ને તે બોલે, એનાથી બોલાય.
હાલત એવી છે આ અનુભવની, અનુભૂતિની વાત થાય નહીં ત્યાં સુધી એ ના બોલાય. અને થતી હોય ત્યારે ના બોલાય. બોલો, તુર્યાતીતટમાં હોય. મારે શું બોલ? શું બોલવાનું ના રહે? દેહનું ભાન, દેહના હોવાપણાથી જ એ મુક્ત છે, થઈ ચૂક્યો. વિદેહી થઈ ગયો છે. બહુ લાંબો ટાઈમ રહ્યો, મહાવિદેહી થઈ ગયો. "આપ સ્વયં પરમ તત્વ છો, મુક્ત આત્મા છો. શરણે આવેલાને પણ આપ મુક્ત કરો છો. આપ જંગમ તીર્થરૂપ છો." હરતું ફરતું જંગમ તીર્થ. "સર્વે તીર્થોમાં આપ સર્વોપરી છો. જે તીર્થમાં આપ જાવ છો તે તીર્થનો મહિમા તમે વધારો છો, એનું મહત્વ તમે વધારો છો. તીર્થંકર એવા આપ અદભુત એવા સદગુરુ, એ સત્સ્વરૂપ માતા પિતા, ગંદા ગોબરા બાળકને સાફ કરીને રાખે એમ આપ અમારા જન્મો જન્મના પાપોમાંથી મુક્ત કરી દો છો." કયા જમાનાનું લેચ નીકળતું હશે કોને ખબર! સદગુરુ એય સાફ કરી. કયા જમાનાના મળમૂત્ર ભેગા કરી રાખેલા, બધા નીકળ્યા ડિસ્ચાર્જમાં.
ડિસ્ચાર્જમાં તો બધું નીકળે જ છે ને? એ બધું સાફ કર્યું એમણે. બધા મળી મુક્ત કર્યા અને આપણને કેવા બનાવ્યા? વિમલ. "વિમલ અચલ." વિમલ બનાવ્યા અને અચળ બનાવ્યા આપણને. બાકી તો હાલ્યા જ કરતા હતા. સહેજ વાયરો વાયો નથી સંસારી અને આ હલવાનું ચાલુ. આપણે આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે – થયા કરતું હતું. ના, ઊભો રહે કે, "હું શુદ્ધઆત્મા છું." હવે એમાં કોઈ ફેરફાર.
થાય એવો નથી. ખતમ થઈ ગયો, સ્ટેમ્પ વાગી ગયો છે. હવે તું બસ, હવે તું મુક્ત છું. હવે ફરી તું બંધનમાં પડી શકે એવો છે જ નહીં. કેમ સંસાર રત્ને સંઘર્ષ નહીં? કેમ સંસાર ભાવ જ તને પકડી શકશે નહીં? તું નિર્લેપ થઈ ગયો છે. હવે તારું કંઈ ના થાય. તું ગમે તેટલો પ્રયત્ન કરે, હવે ઉઘળી ગયેલી ટિકિટ ફરી ચોટે? તારું કંઈ ના થાય કે આમાં પૂરું થઈ ગયું. બોલો, કેટલી અદભુત વાત કરી દીધી!
"ક્લેશહંતાસિ ત્વમ્" અમારા સર્વે ક્લેશોને આપ દૂર કરનારા છો. ક્લેશ થાય ને અંદર બહુ કેવું બધું અંદર થાય છે. જ્યારે ક્લેશ થતો હોય છે, "મહારાજ મને સમજતા નથી." મોટામાં મોટું કારણ છે ને ક્લેશનું? કારણ શું છે? "મહારાજ મને સમજતા નથી." મારી પરિસ્થિતિ અંદરથી અંદર બહુ કઢાપો થાય. ના અમને ધક્કા દેવાય, ના અમને બહાર કંઈ કરાય. અને આપણે સંસ્કારી કુટુંબના અને એવા બધા, તો આપણે કંઈ ખૂનખરાબા તો કરી શકવાના નથી. આપણામાં આવું બધું તો કંઈ હોતું નથી. અરે, કોકને આમ ધક્કો મારવો હોય ને, નથી વાગતું.
અમારી પાસે પહેલા તો પૈસા નહીં, આવું બધું હતું, તોય અમારે એવું થાય. કોકવાર ક્યાંક જગ્યાએ જઈને બસમાં ઊભા ઊભા રહેવું થાય ને, બસમાં તો હું બસ સ્ટેન્ડે ઊભો હોય. ત્રણ બસો જતી રહે. પછી છેવટે આ મને હાથ પકડીને ધસડીને મને કોઈક બસમાં લઈ જાય. ત્યારે હું અંદર મને એમ થાય કે આ જાય છે ને, જવા દો ને; આ જાય છે ને, જવા દો. બધાને જવા દઉં, તેમાં ને તેમાં ત્રણ બસ ગઈ. પછી મને કહે કે હવે તો જવું પડશે આપણે. કે ખેંચીને લઈ જાય, ત્યારે અંદર જઉં. પાછો અંદર ગયા પછી ધ્યાન રાખું પાછું, આને નહીં અડવાનું, તેને નહીં અડવાનું, કોઈને નહીં અડવાનું. હું અલિપ્ત છું. અભાવ કે લઈ આપણાથી કોઈને અડાય નહીં. સ્પર્શ ના થાય ને, તે વખતે આમ એટલું એમ, "શું આપણે જવાના છો?" એમ કરીને ઊભા રહેશે. પણ આપણે કે, "ના, આપણાથી એવું ના થાય." ધક્કો તો કે, "ના મરાય." ગોદો તો કે, "ના મરાય."
આમ દેહથી તો આટલું પત્યું. ધીમે ધીમે સમજ આવતી ગઈ કે આપણે મનથી એ લોકોને ગોદા ના મરાય. વિચારોથી પણ ક્રોધ ના કરાય, કોઈને નહીં, ક્યારેય નહીં. લોકો મનથી ગોદા માર્યા કરે ને, રાતે પેલો આમ આમ અમને આમ થયા કરતો હોય. રાતે સૂતો એને સમજ ના પડે કે આ કેમ થઈ રહ્યું છે આવું. પડખાં ફેરવી ફેરવીને ગોળ ગોળ ફર્યા કરતો હોય તો કે, "હું આખી રાત પાછા ફેરવતો હતો." પણ પેલો ત્યાં બેઠો બેઠો કોઈક બીજો ગોદા મારતો હતો કે એનું આને કંઈ કનેક્શન મળતું ના હોય. અને હિંસક ભાવ તો કેવો? આમ તાંતાવાળો, આમ વિચારથી ખૂન કરી નાખે, લોહી કાઢી નાખે એવો અંદર બધું આમ ઉભરાતો હોય, એટલો બધો ક્રોધવાળો. પછી એમ થયું, આ બધું ખોટું જ કહેવાય ને!
સમજણ આપી એ જ જ્ઞાને, એ જ સદગુરુએ. ધીરે ધીરે ધીરે કરી પછી ક્રોધ ગયો. એવી રીતે કામ ગયો. એક પછી એક બધા છોડીને જતા રહ્યા. કેમ? તો કે, "આ હવે આપણા માટે નકામો થયો." ડિક્લેર કરી નાખ્યું એ લોકોએ. કામનો માણસ છે તો તેને બધાય લાંચ આપીને રાખે, બેસાડી રાખે, સાચવીને કે આપણે કોઈક દાડો કામ કાઢીશું એની પાસે એમ કરીને. પણ પેલો કહે કે ભાઈ આ તો બહુ પ્રમાણિક છે. શું છે? એ કહે, "હવે આપણા કામનો નથી." એટલે કાં તો એને બેસી રહેવા દો ને, આપણે અહીંથી ખસો. એના કાર્યકાળ દરમિયાન નોકરીના પાંચ વર્ષ રહેશે, ત્રણ-ચાર વર્ષ, પાંચ વર્ષ જે બી હશે, ત્યાં સુધી આપણું કંઈ ચાલવાનું. એમને ખબર પડી જાય. બધા લોકોના તો ગરબડીયાઓ, લાંચ્યાઓ, બધાને તો બધા ભાગી જાય. એવી રીતના આ બધા જતા રહે. તો બધા ક્લેશો તમને છોડીને જતા રહ્યા. સદગુરુની કૃપા થઈ ગઈ.
કેમ? સ્ટેમ્પ મારી આલ્યો પ્રમાણિકતાનો. અંદર ઊભું થયું ને એટલે એવી રીતે મુક્ત કરી દીધું.
"ત્વં સ્થિતો મે પ્રભુ (હૃદિ)", તમે તો મારા હૃદયમાં જ બિરાજેલા છો. હવે જેના હૃદયમાં પ્રભુ બિરાજેલા હોય, તો વિચાર કરો, મજાલ છે કોઈ પાપ કે એની પાસે બી જઈ શકે? કેટલા માઈલ દૂરથી એનો ફફડાટ થઈ જાય. "ત્વં સ્થિતો મે (હૃદિ)" ઓહ, કે હૃદયની અંદર બેઠેલા છે એના પરમાત્મા. આની પાસે ના જવાય આપણાથી. એટલે નઠારા તો પહેલા જ ભાગી જશે. બધા ક્લેશો તમને છોડી દેશે. બધા પાપ બી તમારાથી આઘા જતા રહેશે. અને પાછા સદગુરુએ તમને કેવા કરીને મેલ્યા? એમના જેવા કરીને મેલ્યા. એ કેવા છે? જંગમ તીર્થરૂપ, હરતું ફરતું તીર્થ સ્વરૂપ. જ્યાં જ્યાં જાવ, ત્યાં ત્યાં તીર્થ બનાવો છો. તમે તીર્થંકર છો. આ માણસ નથી કે આ તીર્થ છે. આ માણસ નથી, પણ આ તીર્થ છે. આ માણસ નથી, પણ તીર્થ છે. એમ તીર્થંકર બનાવ્યા કરતા જ ગયા તીર્થોને. એક એકનું પરિવર્તન. સાણંદનું પરિવર્તન થઈ ગયું ને?
એવી રીતે પરિવર્તન થઈ જાય. નેનો આવ્યો પ્લાન્ટ એટલે ફરી ગયું બધું એકદમ. બસ, આવી રીતના એક ફાલતુ પ્રધાન કોઈક જગ્યાએથી કોઈક જગ્યાએ જાય, તો આખા રોડનું પરિવર્તન થઈ જાય છે. આ તો સદગુરુ ઠેર ઠેર સ્થાપના કરી દીધી એમને તો તીર્થોની. કે હવે તો કે, "એની પાસે જે આવશે, એનાય પાપ ધોવાઈ જશે." કારણ કે સદગુરુ તો ક્યાં બેસી રહે બધી? એટલે એમણે બતાવ્યું, શિષ્યોની અંદર આ તીર્થપણું પેદા કરી દીધું. તીર્થંકર બનાવી દીધા એ બધાયને. તીર્થરૂપ બનાવી દીધા કે હવે આને જે અડશે ને, એનાય પાપ ગયા. આને જે અડશે, એનાય પાપ ગયા. કેવો પાવર! કેવું સ્વરૂપ! અદભુત છે! એટલે એમ એમ કરતાં કરતાં મહત્વ કોનું વધ્યું? આત્માનું, પરબ્રહ્મનું, પરમાત્માનું. પ્રભુત્વ છે આ એમનું. આ એમનું પ્રભુત્વ. હવે, "હે પ્રભુ, તમે તો મારા જ હૃદયમાં બિરાજેલા છો", એવું જ્ઞાન મને સ્પષ્ટ થઈ જાઓ.
આ વખતે તો બસ, થઈ જ જાઓ એમ નક્કી. એટલે અંતઃકરણ સદેવ સ્વચ્છ રહી શકે મારું. મારું અંતઃકરણ (અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) એ નિર્મળ રહી શકે. એમાં કોઈ પ્રકારનો મળાય જ નહીં. "પોતાનો કરીને સ્થાપો રે, અજ્ઞાન બંધ હોય તે સર્વ કાપો રે. ગુરુજી, મને જોગ ચડાવી આપો રે." જય સચ્ચિદાનંદ. આગળ વાત કરશું.
આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.