અનંતની યાત્રાAnant ni Yatra
યથાર્થ ગીતા · Yatharth Gita

યથાર્થ ગીતા સાર — ૧૬

લેખ ૧૬ / ૨૮ · 3 મિનિટ વાંચન · વિડિયો જુઓ ↓

જેઓ 1000 ચતુરયુગોની બ્રહ્માની રાત્રી અને 1000 ચતુરયુગોના એમના દિવસને સ્વયં જાણે છે, તે પુરુષ સમય અને કાળના તત્વને યથાર્થ જાણે છે. બ્રહ્માજીના શું છે? ચતુરયુગ છે. એવા કેટલા? 1000! પાછા એ કેટલો ટાઈમ? એ બ્રહ્માજીની રાત્રી છે અને એટલો ટાઈમ ચતુરયુગનો પાછા એમના દિવસનો ટાઈમ છે. એટલે એને જે જાણે છે, તે પુરુષ સમય—એટલે કે કાળના તત્વને યથાર્થ જાણે છે; કાળને બરાબર જાણે છે એમ કહેવાય છે. અહીં દિવસ-રાત, વિદ્યા અને અવિદ્યા બધું રૂપક છે, સાંભળો. વિદ્યાયુક્ત હોય ત્યારે બ્રહ્માનો દિવસ અને અવિદ્યામાં હોય ત્યારે એની રાત્રી. અને તે પોતાના યોગી સ્વરૂપ તરફ અભિમુખ હોય, તેના અંતઃકરણની હજારો પ્રવૃત્તિઓમાં પણ ઈશ્વરીય પ્રકાશનો સંચાર થઈ જાય. પરંતુ અવિદ્યાની રાત્રી આવતા શું થાય? અંતઃકરણની હજારો પ્રવૃત્તિઓમાં માયા-દ્વંદ્વ પ્રવાહિત થવા માંડે છે.

પ્રકાશ અને અંધકારની અહીં સીમા છે. હવે આગળ જતાં પછી ન અવિદ્યા ન વિદ્યા; તે પરમ તત્વ બિલકુલ બોર્ડર પર છે, સીમાડા પર. પ્રકાશ અને અંધકારની પાર, એટલે હવે કોઈ એમ કહે, "પ્રભુ, પરમ તેજે તું લઈ જા." પરમ તેજ ખરું, પણ એને પાર જવાનું છે. તો હવે કોણ એને કહે છે? કાઈ ની, એને શરૂઆત તો કરી છે ને? કહે છે, "આજે બોલશે, કાલે તો પહોંચી જશે ને!" એટલે બોલવા દે એને, ઓકે. એટલે આગળ જતાં પછી ન તો રહે છે વિદ્યા કે ન તો રહે છે અવિદ્યા; તે પરમ તત્વ પરમાત્મા વિદિત થઈ જાય છે, એને આમ સ્પષ્ટ થઈ જાય છે. જે આ તત્વને સારી રીતે જાણે છે, તેવા યોગીજનો કાળ તત્વને પણ જાણનારા હોય છે. કાળ તત્વના પણ પરમાણુઓ હોય, એને પણ એ લોકો જોઈ શકે; એવું જે કહેતા હતા તે છે આ. પ્રારંભિક મનિષી અંતઃકરણને ચિત્ત અથવા બુદ્ધિ કહેતા હતા શરૂઆતમાં. કાળાંતરે અંતઃકરણને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની ચાર મુખ્ય વૃત્તિઓમાં વહેંચવામાં આવ્યું.

આમ તો અંતઃકરણની પ્રવૃત્તિઓ અનંત છે. જગતરૂપી રાત્રિમાં બધા જ જીવ અચેત પડ્યા છે; જગતરૂપી રાત્રીમાં બધા જીવ અચેત પડ્યા છે. આ સેન્ટેન્સ શું કહે છે, સમજાયું? કેટલી ડેપ્થ હશે એની અંદર! બધા અચેત પડ્યા છે. એટલે કોઈ કહે, "ના, હું બુદ્ધિશાળી છું ને હું જાગું છું, અને અત્યારે તો દિવસના 12 વાગ્યા છે ને!" તું જગત-રાત્રીમાં પડેલો છે ભાઈ, એટલે તું અચેત જ છું. પ્રકૃતિમાં વિચરતી એમની બુદ્ધિ એ પ્રકાશ સ્વરૂપને જોઈ શકતી નથી. એટલે દિવસનો પ્રકાશ અને એ પ્રકાશ બે જુદા છે, એને સમજવાની જરૂર છે. આ આપણને બ્રોડ ડે-લાઈટ એટલે બહુ આ બ્રાઈટેસ્ટ બ્રાઈટ લાગે છે આપણને; ના યાર, એ નથી, આ તો અંધકાર છે. "કે ઘોર અંધારી રાતમાં છે તું", જ્યારે જ્ઞાની આવું કહે, એટલે પેલો મારવા દોડે ને! તો બહુ આવા લોકોએ માર બી ખાવો ખાઈ લીધો. શું કરે બિચારા!

પણ તોય પાછી આમ અનુકંપા હોય ને, એટલે આમ માનવભાઈની જેમ જાય લાઈને. અને કઈક જગાડું, કઈક કરીને કઈક કરતા રસ્તે આવે પાછો ફરી તો હારું. એટલે આવી આડખેલી કરનારા હોય ને, એમને સળી કરનાર રે'. એની પાસે પાછો જઈને કહે, "કેવો છે તું? આ વાતને સમજ જરા. તારી વાત જે દાદાએ કરી એ વાત સાચી, પણ તું એને સમજ્યો છે ઊંધું. અને એ તને સમજાવાનું નથી, તારી આ જે સ્થિતિ છે એની અંદર એ જે બાબત છે તે ." એટલે યોગનું આચરણ કરનાર યોગી એનાથી જાગૃત થાય છે. શેમાંથી? મોહનિદ્રાની જે રાત્રી છે તેમાંથી જાગીને, પછી સ્વરૂપની તરફ આગળ વધે છે. જય સચ્ચિદાનંદ!

આ લખાણ AI દ્વારા તૈયાર થયું છે. શંકા હોય ત્યાં મૂળ પ્રવચન સાંભળી ખાતરી કરવી.