અનંતની યાત્રાAnant ni Yatra
પ્રાણ ચિકિત્સા દ્વારા આત્મ સાક્ષાત્કાર પાર્ટ 2

એવ તત્ લક્ષ્યદર્શના તતદ્રુપો ભવતિ

ભાગ ૪૨ / ૪૪ · મૂળ PDF

આમ મનુષ્ય જે જે લક્ષ્યનું દર્શન કરે છે એ એના જેવા જ બની જાય છે.

આત્મતત્ત્વનાં જ્ઞાનથી પ્રાણનો નિરોધ કરી શકાય છે. ભારતમાં પ્રાણને હિરણ્યગર્ભ એવું અદ્ભુત નામ અપાયું છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ દેવો

સમષ્ટિ – સ્થૂળ શરીર બ્રહ્મા ભાવશક્તિ

સૂક્ષ્મ શરીર વિષ્ણુ સ્થિતિપાલન

કારણશરીર મહेશ (શિવજી) લય, સંહાર

રૂપ છે એટલે આ આખાય બ્રહ્માંડનાં સ્થૂળ, સૂક્ષ્મ અને કારણદેહ રૂપે છે વળી વ્યાપક પણ છે. પાછા જવાબદારીવાળા એટલે કે સોપાધિક બ્રહ્મ, સ-ઉપાધિક પદવીવાળા છે નાશવંત છે. આવા અનંતાનંત બ્રહ્માંડો છે. આ બધાજ નાશવંત જ છે. The END વાળા છે. તેઓ અવિનાશી નથી. ઉપરાંત પરબ્રહમ (નિરઉપાધિક) જે અકાલ, અવ્યક્ત, વ્યાપક છે તેનાં આશ્રયી છે સ્વતંત્ર નથી. દેવાધિદૈવ મહાદેવ ભગવાન સદાશિવ નથી. શિવજી જેનું અખંડ ધ્યાન કરે છે તે જ ખરા દેવાધિદેવ છે. તેમણે જ કહ્યું છે, “તે પરબ્રહ્મ છે.”

હવે જો શિવ શિવ (શિવ આરાધના) કરીશ તો પછી શિવ સ્વરૂપ થઈને અટકી જઈશ.

પાછું શિવસ્વરૂપ થઈને પણ પરબ્રહ્મનું જ ધ્યાન ચિંતન કરવા બેસવું પડશે. માટે શિવ સ્વરૂપનો આધાર જ પરબ્રહ્મ છે તેમ જાણીને તેમને બ્રહ્મરૂપે નમસ્કાર કર. પણ ધ્યાન-ચિંતન તો કેવળ બ્રહ્મનું કરીશ તો જ છૂટીશ.

નારાયણ... આ સર્વ જગત મારા આત્મારૂપ છે. તેને ખંડ ન કરો. અખંડ જુઓ. આ વિષ્ણુ ભગવાન નારાયણ સ્વરૂપે યોગનિદ્રામાં પરબ્રહ્મને જ ભજે છે.

જે કાળનો પણ જ્ઞાતા હોય તે શાશ્વત જ હોય.

જ્ઞાન સાધકમાં સ્વયં પ્રગટે છે.

સૂર્ય, તેજ અને પ્રાણ પર્યાયરૂપ છે. તેમાં દ્રવ્ય, પ્રકાશ, ઊર્જા, વિજ્ઞાન અને વિદ્યુતનું સંયોજન હોય છે. આ જ જીવદ્રવ્ય કે પ્રાણઉર્જાનું મૂળ સ્વરૂપ છે. જેનો ઉદ્ભવ બ્રહ્મચૈતન્યનું શુદ્ધ સ્ફુરણ છે. આથી તે પ્રાણ બ્રહ્મ કહેવાય છે. જેમાં બ્રહ્મની જ્ઞાનશક્તિ – ચિદ્આત્મા અને ક્રિયાશક્તિનું મૂળ પ્રાણ બંનેનો આશ્રયરૂપ દેહ છે. બંને છુટા પડતાં ક્રિયાશક્તિ નષ્ટ થાય છે.

GMCKS નિર્દેશિત ટવીન હાર્ટ મેડિટેશનનું પ્રકાશબિંદુ, great Invocation નો From Point of light એ જ ૐકારનું બિંદુ ચોથું પદ છે. તેમાં વિસ્ફોટથી સૃષ્ટિસર્જન થાય છે, તેના વિસ્ફોટથી જ્ઞાન પ્રગટે છે. એ બિંદુ ફોડવાથી Explosion of light અને Expansion of Consciousness એવાં પરિણામો પ્રગટે.

ચૈતન્ય આકાશ જેવું પણ આકાશ નથી. તેજ સર્વેને સત્તાવાન બનાવે છે. ચૈતન્યની ભાવરૂપ શકિત સત્તા વડે જ આ જગત ઊભું થયું છે. પાંચ તત્ત્વો અને સર્વ દેવો પણ તેથી સત્તા વડે સત્તાધારણ કરી શકે છે. હૃદયાકાશ-દેહાકાશમાં રહેલાં સૂક્ષ્મ બીજરૂપે આત્મતત્ત્વ આત્મજ્યોતિ રહેલી છે.

સ્વરૂ૫નું ભાન ભૂલવાથી માયા – પ્રકૃતિને અાધીન થઈ ગયો હવે સ્મરણ કર હું કોણ તો માયા પ્રકૃતિથી મુક્ત થઈશ.

જે કાંઈ છે તે ભ્રમ છે. સઘળુ કેવળ ભ્રમ છે. આ અંતિમ સત્ય છે.

જો તું આત્મા છે તો તું સંપૂર્ણ જ છે. તું રાજાધિરાજ છે. તો આમ રાંકડો, ભિખારી થઈને વાસનાપૂર્તિ માટે ફરે છે. શું જોઈએ? કોને જોઈએ.? આત્માને કશી જરૂર હોય? અને હોય તો તે મળતાં શી વાર? આત્મા સર્વરૂપ છે.

તું સમજ. તારા જ માટે. આ દુનિયા આવી છે તને એવું કેમ દેખાય છે? તું સ્વયં શિવ છું તારો દેહ, મન તારા નંદીગણ છે.

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું, આ સંસારરૂપી વૃક્ષ ઊંધા પીપળાના ઝાડ જેવું છે તે ઊર્ધ્વમૂલ અધઃશાખ છે એટલે તેનું મૂળ ઉપર છે ને નીચે ડાળી, પાંદડાં, ફૂલો ફળો (કર્મફળો) જેવું છે. હવે ભગવાને એ પીપળો (સંસાર) મૂળથી છેદવાનું કહ્યું છે. પણ લોકો તો બધામાં ભગવાન છે કહીને પીપળાની પૂજા ક૨વા માંડ્યા હવે શું થાય? આ તો આત્મા પર આવરણ નાખે છે તેને બેરહેમ થઈને છેદવો પડે.

તને જે કાંઈ જોઈએ છે તે કેમ જોઈએ? કોને જોઈએ તે વિચારો.

હવે જઈને આના પર મનન કરો.

આજે બસ આટલું જ. કલ્યાણમસ્તુ.

II